સાબરકાંઠા : સહકાર ક્ષેત્ર પણ ખાયકીનું જાણે એપી સેન્ટર બની રહ્યું છે. સફેદ દૂધના કાળા કારોબાર થકી ડેરીઓના શાસકો ભાગબટાઈ કરી રહ્યાં છે.
ગુજરાતમાં ટોચની સહકારી ડેરીઓમાં ભ્રષ્ટાચાર, ભરતી અને ભેળસેળની ફરિયાદો ઉઠી છે, જેમકે સાબરડેરીમાં ભરતીકાંડ કરી મામા-કાકા અને સગાઓને ગોઠવી દેવાયા હોવાનો આરોપ છે. આ ઉપરાંત ખરીદીમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાની ફરિયાદો થઈ છે.હવે જ્યારે ભાવફેર મામલે પશુપાલકો હક અધિકાર સાથે અહિંસક રીતે લડત લડી રહ્યા છે.
ત્યારે પોલીસ લાઠીઓ વિઝીં રહી છે. આ જ પ્રમાણે સુરત સ્થિતિ સુમુલ ડેરીમાં પણ માનસિંહ પટેલ અને રાજેશ પાઠક વચ્ચે બરોબરનો ગજગ્રાહ જામ્યો છે. એક હજાર કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા છે. ગેરકાયદેસર રીતે ભરતી કરી મળતિયાઓને સાચવી લેવાયા છે. મહેસાણા દૂધસાગર ડેરીમાં પણ ચેરમેન અને ડિરેક્ટરો સામે ભરતી કૌભાંડ આચરાયા હોવાનો આરોપ છે.
Reporter: admin







