નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પ્રથમ પૉડકાસ્ટ ઈન્ટરવ્યૂ આપ્યો હતો.પ્રથમ પૉડકાસ્ટમાં તેમણે ખુલીને વાત કરી હતી. નિખિલ કામથ સાથે પૉડકાસ્ટમાં પીએમ મોદીએ અનેક મુદ્દા પર વાત કરી હતી.
પૉડકાસ્ટમાં પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે, કોઈ યુવાનને નેતા બનવું હોય તો શું કોઈ એવી ટેલેન્ટ છે, જેને તપાસી શકાય છે. તેના જવાબમાં પીએમ મોદી કહે છે. રાજનીતિમાં સતત સારા લોકો આવતા રહેવા જોઈએ. આવા લોકો મહત્વકાંક્ષા નહીં પણ મિશન લઈને આગળ આવે છે. પીએમ મોદી કહે છે જ્યારે તેઓ મુખ્યપ્રધાન બન્યા ત્યારે એક ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે જાહેરમાં કહ્યું હતું, ભૂલો થાય છે, મારાથી પણ થાય છે, હું પણ મનુષ્ય છું, ભગવાન નથી.પૉડકાસ્ટમાં તેમને વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધને લઈ પણ સવાલ કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીને પૂછવામાં આવ્યું કે, વિશ્વમાં જે યુદ્ધ થઈ રહ્યા છે તેને લઈ શું આપણે ચિંતિત છીએ. જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, કટોકટીના આ સમયમાં આપણે સતત કહી રહ્યા છીએ કે આપણે તટસ્થ નથી. હું સતત કહી રહ્યો છું આપણે શાંતિના પક્ષમાં છીએ.વડાપ્રધાન મોદીએ તેમના પ્રથમ અને બીજા કાર્યકાળ અંગે પણ પૉડકાસ્ટમાં ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું, પ્રથમ કાર્યકાળમાં લોકો પણ મને સમજવાની કોશિશ કરતા હતા અને હું પણ દિલ્હીને સમજવાની કોશિશ કરતો હતો. પીએમ મોદીએ કહ્યું, મને ભરોસો છે કે બાયો ટેકનોલોજી રિસર્ચના ક્ષેત્રમાં એક સીમાચિહ્ન સાબિત થશે. આઈઆઈટી, વૈજ્ઞાનિક, સીએસઆઈઆર તથા અન્ય સંસ્થાઓ આ રિસર્ચમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું ભારતે રિસર્ચ વર્લ્ડમાં ખૂબ ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે. કોવિડનો પડકાર હોવા છતાં આપણા વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનતથી કામ કર્યું છે.
Reporter: admin