News Portal...

Breaking News :

ભાવનગરમાં મકાનો તોડી પાડવા મામલે જિજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં શુક્રવારે રેલી નીકળશે

2025-01-03 09:45:42
ભાવનગરમાં મકાનો તોડી પાડવા મામલે જિજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં શુક્રવારે રેલી નીકળશે


ભાવનગરઃ ભાવનગર શહેરમાં વર્ષોથી રહેતા સેંકડો ગરીબ અને મધ્યમ વર્ગના સામાન્ય લોકોના મકાનો તોડી પાડવા મહાનગરપાલિકા તેમજ સરકાર દ્વારા જે નિર્ણય કર્યો છે તે સંપૂર્ણ અન્યાયકર્તા છે. તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.


ભાવનગરમાં વર્ષોથી વસવાટ કરતા લોકોને સુપ્રીમ કોર્ટના વારંવારના અવલોકનો મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વગર તોડી પાડવા તે અમાનવીય અને હાડમારી ઉભી કરનારું છે. આવા અસરગ્રસ્ત લોકોને ન્યાય મળે તે માટે અને તેમની વ્યથા ઉજાગર થાય તે માટે ભાવનગર કોંગ્રેસ સમિતિ તથા અસરગ્રસ્તોની બનેલી સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં શુક્રવારે એક રેલી નીકળશે અને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવશે.

Reporter: admin

Related Post