News Portal...

Breaking News :

ચિતપાવન બ્રાહ્મણ સંઘ - વડોદરા દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ

2024-12-29 11:49:40
ચિતપાવન બ્રાહ્મણ સંઘ - વડોદરા દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ


વડોદરા : શહેર સયાજી હોસ્પિટલ ખાતે આવેલ ઓડિટોરિયમ ખાતે ચિતપાવન બ્રાહ્મણ સંઘ - વડોદરા દ્વારા પ્રથમ ચિત્પાવન સ્નેહ મિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો 


જેમાં કાર્યકમ દીપ પ્રગટાવી શરૂ કરવામાં આવ્યો હતો સાથે આ કાર્યક્રમમાં ગીતા શ્લોક વાંચન, મરાઠી ગીતોનો કાર્યક્રમ અને મરાઠી સિનેસૃષ્ટિના સ્ટાર ક્ષીતીશ દાતેજીની સંવાદ કાર્યકમ યોજાયો હતો આ પ્રસંગે બાળકો દ્વારા શ્રીમદ ભાગવત ગીતાજી ના પ્રથમ અધ્યાયનું બાળકો દ્વારા પઠન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ એનો અર્થ પણ સમજાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમને દર્શકો દ્વારા પ્રતિસાદ મળ્યો હતો તેમજ તાળીઓ દ્વારા તેમને વધારવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મરાઠી સ્ત્રીઓ દ્વારા મંગળા ગૌરીનું નુત્ય કરી કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેને પણ પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો 


આ ઉપરાંત શહેરના મરાઠી ગાયકો દ્વારા મરાઠી ગાયનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેનો લાભ દર્શકોએ લીધો હતો આ પ્રસંગે બોલતા ક્ષિતિશ દાતેજીએ જણાવ્યું હતું કે તેઓ પહેલા પણ વડોદરા ની મુલાકાત લઈ ચૂક્યા છે તેમણે ગુજરાતી નાસ્તો ખૂબ જ સુંદર લાગ્યો હતો ગુજરાતી ભાષાની જાણકારી છે પરંતુ મૂળ મરાઠી હોવાને કારણે ગુજરાતી બોલી શકતા નથી.ગુજરાત અને ગુજરાતી લોકો માટે પ્રેમ છે તેમણે આ ઉપરાતં તેમની ફિલ્મ ધર્મવીર -૧ અને ધર્મવીર -૨ તેમજ મરાઠી સિરિયલ બાબતે ચર્ચા કરી હતી.તેમણે જણાવ્યું કે ચિત પાવન બ્રાહ્મણોની સંખ્યા ઓછી હોય છે પરંતુ તેમનું કામ ખૂબ જ મોટું હોય છે અને તે ઉપરાંત તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રણી સ્થાન મેળવતા હોય છે જેનો તેમને અભિમાન છે.તેમણે જણાવ્યું કે તેમણે વારંવાર વડોદરા માં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમણે ચીત પાવન બ્રાહ્મણ સંઘ વડોદરાના પણ ખુબ ખુબ આભાર માન્યો હતો.

Reporter: admin

Related Post