મોબાઈલ પર ઓનલાઇન ગેમ રમતો યુવક દેવાદાર બનતા તેને નોકરી પર જવા માટે બાઈકની ઉઠાંતરી કરી હોવાનો ખુલાસો ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બાઈક તથા મોબાઈલ સહિતનો મુદ્દા માલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન ચોરીના વધતા જતા ગુનાઓને અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધવા માટે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના માર્ગદર્શન હેઠળ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાઘોડિયા પરિવાર ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી ક્રાઈમ બ્રાન્ચે મોપેડ લઈને પસાર થતા યુવકને હાથના ઇશારે રોક્યો હતો. ભાંગી પડેલા યુવક પાસેથી વાહનના કોઈ પેપર મળી આવ્યા ન હતા અને મોપેડ ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ્યુપિટર મોપેડ અને મોબાઈલ સહિત 47 હજારનો મુદ્દામાલ કબજે લઈને વાહન ચોરીના ગુનામાં આરોપી રુદ્રકુમાર ઉર્ફે તીર્થ નરેન્દ્રભાઈ ત્રિવેદી રહે, ખટંબા અર્બન રેસીડેન્સી, વાઘોડિયા ચોકડી, મૂળ ગામ મોલુ તાલુકો સંખેડાની ધરપકડ કરી છે.
વધુ પૂછપરછમાં આરોપી રુદ્ર કુમારે ગત તારીખ 4-4- 24 ના રોજ ડભોઇ -વાઘોડિયા રીંગરોડ પર આવેલા સુખધામ રેસીડેન્સી ખાતેની દુકાન પાસેથી ચોરી કરી કર્યું હોવાનું તેમજ ઓનલાઈન ગેમ રમતા 70,000 નું દેવું થઈ ગયું હતું. જેથી નોકરી પર જવા માટે કોઈ વાહન ન હોવાથી આ મોપેડની ઉઠાંતરી કરી હોવાની કબુલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી.
Reporter: