કપુરાઈ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત કેસમાં વર્ક વિઝા ઠગાઈનો આરોપી અટલાદરા વિસ્તારમાંથી ઝડપાયો...
પોલેન્ડમાં નોકરી અને વર્ક વિઝાના નામે રૂ. 6.69 લાખની છેતરપીંડીના કેસમાં વોન્ટેડ આરોપીને હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝોન-૩ સ્કોડે પકડી પાડ્યો...
વડોદરા શહેરમાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓની શોધખોળ માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, હેઠળ ઝોન-૩ નાસતા ફરતા સ્કોડ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત ઝોન-૩ સ્કોડને મળેલી હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 11196043260055/2026 (ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(2), 318(4), 54 મુજબ)ના વોન્ટેડ આરોપી સેલ્વીન મેકવાન ઉર્ફે લીયો ક્રિશ્ચિયન ઉર્ફે સેમ્યુઅલ (પિતા રોબર્ટભાઈ ક્રિશ્ચિયન), રહેવાસી મકાન નં. 102, સહજાનંદ ફ્લેટ, યોગી સોસાયટી પાસે, અટલાદરા, વડોદરા શહેરને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ અન્ય સાથી સાથે મળીને ફરીયાદી તથા સાહેદોને પોલેન્ડના વોર્સો શહેરની પ્લેટીનમ હોસ્પિટલમાં કેરટેકર નોકરી તેમજ વર્ક વિઝા અપાવવાના બહાને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ કુલ રૂ. 6,69,060 મેળવી લીધા બાદ નોકરી, વિઝા કે રકમ પરત ન આપીને છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.
ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે કપુરાઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Reporter: admin







