News Portal...

Breaking News :

વડોદરામાં વાદળછાયું વાતાવરણ, ગરમીમાંથી આંશિક રાહત

2026-06-11 10:46:40
વડોદરામાં વાદળછાયું વાતાવરણ, ગરમીમાંથી આંશિક રાહત


વડોદરામાં વાદળછાયું વાતાવરણ, ગરમીમાંથી આંશિક રાહત

વડોદરા શહેરમાં બુધવારે દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આકાશમાં ઘેરાયેલા વાદળોના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાતા નાગરિકોએ ગરમીમાંથી થોડી રાહત અનુભવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ સુહાવણું બન્યું હતું. જોકે વરસાદ નોંધાયો નહોતો, પરંતુ વાદળછાયા માહોલને કારણે વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બદલાયેલા હવામાનને કારણે લોકોમાં પણ ચોમાસાની આતુરતા વધુ જોવા મળી રહી છે.

Reporter: admin

Related Post