News Portal...

Breaking News :

ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે વિશેષ ચેકિંગ અભિયાન

2026-06-10 16:59:54
ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે વિશેષ ચેકિંગ અભિયાન



 મિલકત સબંધી ગુનામાં સંડોવાયેલા MCR આરોપીઓની પૂછપરછ



વડોદરા શહેરમાં ગુનાખોરી પર અંકુશ મૂકવા અને કાયદો-વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશ્નર શ્રી નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ આજરોજ ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે ઝોન-૦૧ અંતર્ગત આવતા તમામ પોલીસ સ્ટેશનના મિલકત સબંધી ગુનામાં સંડોવાયેલા અને હાલ જામીનમુક્ત બહાર ફરતા MCR આરોપીઓને બોલાવી વિશેષ પૂછપરછ અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. .


આ અભિયાન દરમ્યાન MCR આરોપીઓની નીચે મુજબ ચકાસણી હાથ ધરવામાં આવી. વર્તમાન પ્રવૃત્તિઓની પૂછપરછ અને ઊંડાણપૂર્વક ઇન્ટેરોગેશન, હાજરી અને રેકોર્ડ વેરિફિકેશન, આજીવિકા અને રોજગારીની તપાસ, ભવિષ્યમાં ગુનો ન કરવા કડક ચેતવણી આપવામાં આવી... પોલીસ કમિશ્નર  નરસિમ્હા કોમારે વડોદરા શહેરમાં ખાસ કરીને મિલકત સબંધી ગુનાઓ — જેવા કે ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી — પર અંકુશ મૂકવા સક્રિય પ્રી-ક્રાઇમ પ્રિવેન્શન વ્યૂહ અપનાવવા સૂચનાઓ આપી છે. જેના ભાગ રૂપે આ પ્રકારના ચેકિંગ અભિયાન સમયાંતરે હાથ ધરવામાં આવશે

Reporter: admin

Related Post