News Portal...

Breaking News :

વડાપ્રધાન મોદીના ૧૨ વર્ષ પૂર્ણ: વોર્ડ-૧૩માં શાકભાજીના છોડનું વિતરણ

2026-06-11 10:57:40
વડાપ્રધાન મોદીના ૧૨ વર્ષ પૂર્ણ: વોર્ડ-૧૩માં શાકભાજીના છોડનું વિતરણ


વડાપ્રધાન મોદીના ૧૨ વર્ષ પૂર્ણ: વોર્ડ-૧૩માં શાકભાજીના છોડનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે દેશભરની સાથે વડોદરામાં પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ રૂપે વોર્ડ નંબર ૧૩માં આવેલ માર્કેટ ચાર રસ્તા ખાતે સ્થાનિક નાગરિકોને શાકભાજીના છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વોર્ડોમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને શાકભાજીના છોડ વિતરણ જેવા સેવાકીય કાર્યક્રમો એક સાથે યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બારાનપુરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અને જ્યુબિલી બાગ ખાતે ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ સ્થળોએ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. 

આ પ્રસંગે ડેપ્યુટી મેયર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા સ્થાનિક નગર સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનો તથા વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'નું નિર્માણ કરવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે લોકજાગૃતિ ફેલાવવાનો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ મે, ૨૦૧૪ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદે આરૂઢ થયા હતા. ત્યારથી આજ સુધી સળંગ ૧૨ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ઉજવણી કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post