News Portal...

Breaking News :

મોદીના રેકોર્ડ સામે કોંગ્રેસના આક્ષેપો, રાજકીય ઘમાસાણ તેજ

2026-06-11 09:42:51
મોદીના રેકોર્ડ સામે કોંગ્રેસના આક્ષેપો, રાજકીય ઘમાસાણ તેજ


મોદીના રેકોર્ડ સામે કોંગ્રેસના આક્ષેપો, રાજકીય ઘમાસાણ તેજ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સૌથી લાંબા સમય સુધી સત્તા પર રહેવાનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ પાછળ છોડ્યો છે. 26 મે, 2014ના રોજ પ્રથમ વખત વડા પ્રધાન તરીકે શપથ લીધેલા મોદીના કાર્યકાળના 4,399 દિવસ પૂર્ણ થતાં તેઓ નહેરુના 4,398 દિવસના રેકોર્ડથી આગળ નીકળી ગયા છે.નહેરુ કુલ 17 વર્ષ સુધી વડા પ્રધાન રહ્યા હતા, પરંતુ તેમાં સ્વતંત્રતા પછીની પ્રથમ પાંચ વર્ષની અવધિ ચૂંટણી વિના હતી. 1952ની પ્રથમ લોકસભા ચૂંટણી બાદ તેઓ સત્તાવાર રીતે ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા હતા અને 1964માં તેમના અવસાન સુધી સતત 4,398 દિવસ આ પદ પર રહ્યા હતા.મોદીની આ સિદ્ધિને ભાજપે ઐતિહાસિક ગણાવી દેશભરમાં ઉજવણી શરૂ કરી છે. એનડીએ અને ભાજપના નેતાઓ, કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસે આ રેકોર્ડ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. 

કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો કે નહેરુ સતત ત્રણ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાયા હતા, જ્યારે મોદીની ત્રીજી ટર્મ ગઠબંધનના આધાર પર ચાલી રહી છે. સાથે જ તેમણે લોકશાહી, બંધારણીય સંસ્થાઓ અને શાસન વ્યવસ્થા અંગે સરકારની ટીકા પણ કરી હતી.રાજકીય વિશ્લેષકોના મતે વડા પ્રધાનના કાર્યકાળની ગણતરીમાં સ્પષ્ટ બહુમતી કે ગઠબંધન સરકારનો ભેદ કરવામાં આવતો નથી. તેથી ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ મોદીના નામે નોંધાયો છે.મોદી સરકારના સમર્થકો તેમના કાર્યકાળ દરમિયાન કલમ 370ની નાબૂદી, ટ્રિપલ તલાક વિરોધી કાયદો, આયુષ્માન ભારત જેવી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ ગણાવે છે. જ્યારે વિરોધ પક્ષ આર્થિક પડકારો, બેરોજગારી અને લોકશાહી સંસ્થાઓના મુદ્દે સરકારને ઘેરતો રહ્યો છે.મોદીના નવા રેકોર્ડ સાથે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે શ્રેય અને મૂલ્યાંકનની લડાઈ ફરી એકવાર કેન્દ્રસ્થાને આવી છે.

Reporter: admin

Related Post