News Portal...

Breaking News :

ફતેગંજથી પડરા બ્રિજ વચ્ચે તૂટેલા ગટરના ઢાંકણાંથી અકસ્માતનો ભય

2026-06-11 10:48:08
ફતેગંજથી પડરા બ્રિજ વચ્ચે તૂટેલા ગટરના ઢાંકણાંથી અકસ્માતનો ભય

ફતેગંજથી પડરા બ્રિજ વચ્ચે તૂટેલા ગટરના ઢાંકણાંથી અકસ્માતનો ભય

વડોદરા શહેરમાં ફતેગંજ બ્રિજથી પડરા બ્રિજ વચ્ચેના માર્ગ પર અનેક સ્થળોએ ગટરના ઢાંકણાં તૂટેલી અને જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. વ્યસ્ત માર્ગ પર ખુલ્લા અથવા ક્ષતિગ્રસ્ત ઢાંકણાંના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી માહોલમાં સ્થિતિ વધુ જોખમી બની શકે છે. સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે. નાગરિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં સંબંધિત વિભાગે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

Reporter: admin

Related Post