દિલ્હી : ભારતમાં અત્યારે વિવિધ ક્ષેત્રોમાં વાયુવેગે વિકાસ થઈ રહ્યો છે. ઉદ્યોગ, રેલ્વે અને રોડ સાથે સાથે હવે હાઇપરલૂપ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.
ભારતમાં હવે અત્યાધુનિક હાઇપરલૂપ ટ્યુબ તૈયાર થઈ રહીં છે. અશ્વિની વૈષ્ણવ જે રેલ્વે, સુચના અને પ્રસારણ તથા માહિતી ટેકનોલોજી મંત્રી છે, તેમણે આઈઆઈટી મદ્રાસ ખાતે સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબના પ્રોજેક્ટનું પરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મદ્રાસ ખાતે મહત્વાકાંક્ષી હાઇપરલૂપ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે.આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, એશિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ બનાવવામાં આવશે.
હાઇપરલૂપ ટ્યબુની તેની લંબાઈ 410 મીટર હશે અને તે ટૂંક સમયમાં વિશ્વનો સૌથી લાંબો હાઇપરલૂપ બનશે. આ હાઇપરલૂપ પ્રોજેક્ટ માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ટેકનોલોજી ચેન્નાઈ સ્થિત ‘ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી’ ખાતે વિકસાવવામાં આવશે. જેના કારણે ભારતની વિકાસ ગતિમાં વધારો થવાનો છે. પરિવહન માટે જમીન માર્ગ, રેલ્વે માર્ગ, પાણી માર્ગ અને હવાઈ માર્ગ એમાં ચાર પ્રકારો છે પરંતુ હવે એક પાંચમો પ્રકાર બન્યો છે.અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને લઈને પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. સાથે લખ્યું કે, એશિયાની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ (410 મીટર) ટૂંક સમયમાં વિશ્વની સૌથી લાંબી હશે. તમને જણાવી દઈએ કે, આ એક હાઇ-સ્પીડ ટ્રેન છે જે લગભગ વેક્યુમ ટ્યુબમાં મુસાફરી કરે છે. ટ્યુબની અંદર હવાનો ઓછો પ્રતિકાર કેપ્સ્યુલને 1,000 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પહોંચવામાં મદદ કરે છે. રેલ્વે મંત્રાલયે 2022 માં હાઇપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને તેની પેટા-સિસ્ટમ્સને સ્વદેશી રીતે વિકસાવવા અને માન્ય કરવા માટે IIT મદ્રાસને 8.34 કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી. જેના પર અત્યારે કામ શરૂ થઈ ગયું છે.
Reporter: admin