વરસાદી પૂરના પાણી ઓસર્યા બાદ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ, આરોગ્ય અને રોડ રસ્તાને લગતી કામગીરી રાત દિવસ ચાલી રહી છે.
સતત સાતમા દિવસે આજે વડોદરામાં કલાલી ગામના વિસ્તારોમાં સફાઈ વીરો દ્વારા સફાઇ કામગીરી અટક્યા વગર હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે રોગચાળો ના ફેલાય તે માટે ભરાયેલા પાણી પર દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.વડોદરાના કલાલી વિસ્તારના ખિસકોલી સર્કલ પાસે સંતોષનગર અને ચાણક્ય નગરી વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક વિસ્તારોમાં કચરાના ઢગલા તથા જાહેર માર્ગો પરથી કચરા કેન્દ્રો પરથી કચરો એકત્ર કરીને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શહેરના કલાલી સહિત અન્ય વિસ્તારોમાં રસ્તા પર અને રહેણાક વિસ્તારોની આસપાસ ખાબોચિયામાં ભરાયેલ પાણી ન કારણે વરસાદી જીવાતોનો ઉપદ્રવ ના થાય અને રોગચાળો ના ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.જો કે અવિરતપણે, વરસાદ કે રાત-દિવસ જોયા વગર વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં સફાઈ કામગીરી પુર્ણ થવાના આરે છે તેમ છતાં પણ પ્રશાસનના ધ્યાને આવતા વિસ્તારો તેમજ નગરજનોની મળતી રજૂઆતોને ધ્યાને લઈને હજી પણ વડોદરાને વધુ સ્વચ્છ અને નિર્મળ બનાવવાનું કામ ચાલુ જ છે.
Reporter: admin