News Portal...

Breaking News :

જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ભક્તોનો માનવ મહેરામણ

2025-10-29 13:39:06
જલારામ બાપાની 226 મી જન્મ જયંતી નિમિત્તે ભક્તોનો માનવ મહેરામણ


જલારામ બાપા ની 226 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ



સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતીની વડોદરામાં ધામધૂમ થી ઉજવણી કરાઈ. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો ઉમટી પડયા હતા. અને  જલારામ બાપા ની 226 મી જન્મ જયંતી નિમિત્તે મંદિરની ફૂલો થી શણગાર કરવામાં આવ્યો હતો જે પૈકી શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મંદિરમાં સવારે 7:30 કલાકે આરતી તેમજ 9 થી 11 દરમિયાન પાદુકા પૂજન 11:30 વાગે મહા આરતી કરવામાં આવી હતી સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું 


આ સાથે રાત્રે શયન આરતી પણ યોજાશે. મંદિરમાં મોટી સંખ્યામાં અંદાજે 25 હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાઈનો મંદિરે જોવા મળે છે. ખાસ કરીને ઠક્કર સમાજના લોકો જલારામ બાપાને પોતાના ગુરુ માનતા હોવાથી આ સમાજના લોકો શ્રદ્ધા ભક્તિપૂર્વક જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ સુકલ સાથે કાર્યકરો અને કાઉન્સિલરો એ જલારામ બાપાના દર્શન કરવા પહોંચ્યા

Reporter: admin

Related Post