અકોટા થી મુજ મહુડા રોડ પર જતા માર્ગ પર છેલ્લા બે વર્ષથી ભુવા જ પડી રહ્યા છે. જેને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકો ને હાલાકી ભોગવી પડી રહી છે.

વડોદરા મહાનગરનું તંત્ર માત્ર વિકાસ ની વાત કરે છે પરંતુ વાસ્તવિકતા કઈ અલગ છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ભુવા પડી રહ્યા છે.ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મુજ મહુડા પાસે જન જાગુતિ કાર્યકમ યોજાયો હતો અને કોંગ્રેસ દ્વારા પાલિકાના અધિકારીઓને ગોર નિંદામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરાની પ્રજાના ટેક્સના રૂપિયાનો પણ વેડફાટ કરતા કૉંગ્રેસ સમિતિ દ્વારા વડોદરામાં ખાડોદરા યાત્રા & ભુવા મહોત્સવની ઉજવણી કરી




Reporter: admin







