દિવ્યાંગજનો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાવાળી ઈ-બસો સાથે એકતા નગરમાં પ્રવાસનને નવી દિશા મળશેઃ

પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા - કુલ ૫૫ ઈ-બસો એકતા નગરમાં દોડશેઃ એકતાનગરઃ ઓક્ટોબરઃ નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસર પર તા.૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી ૨૫ ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ એકતા નગરમાં પહેલાથી જ ૩૦ ઈ-બસો દોડતી હોવાથી હવે કુલ ૫૫ ઈ-બસો પ્રવાસીઓને સેવામા કાર્યરત રહશે. આ તમામ ઈ-બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે, જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણમિત્ર બને ઉલ્લેખનીય છે કે, નવી ઉમેરાયેલી ઈ-બસો ૯ મીટર લાંબી મિનિ એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા પછી ૧૮૦ કિલોમીટર સુધી દોડી શકે છે.

દરેક બસમાં બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી ૪ પિન્ક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે એકતા નગરમાં ઈ-બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચરિત થશે. વડાપ્રધાન મોદીની આ પહેલથી એકતા નગર ટકાઉ વિકાસ અને સ્માર્ટ ટૂરિઝમનું જીવંત મોડલ બની રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, 5 જૂન 2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીપ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા - કુલ ૫૫ ઈ-બસો એકતા નગરમાં દોડશેઃના ભાગરૂપે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતા નગરને ભારતનું પ્રથમ ઈ-સિટી બનાવવાની જાહેરાત લીધી હતી તે બાદ વાહન વ્યવહારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા તબબક્કાવાર રીતે કચેરીના ઉપયોગ માટે ઈ-કાર વાહનો, ઈ-રિક્ષા તેમજ 2 તબક્કામાં કુલ 55 ઈ- બસો પ્રવાસીઓ માટે સેવામાં મૂકીને પર્યાવરણ જાળવણી માટે આખા દેશને રાહ ચિંધી રહ્યું છે.






Reporter:







