News Portal...

Breaking News :

ગુરુવારના દિવસે હિંમતનગરના કાંકણોલ ગામમાં ખેડૂત મહાસંમેલન:હિંમતનગરમાં HUDA (હુડા)નો ભારે વિરોધ

2025-10-29 09:39:45
ગુરુવારના દિવસે હિંમતનગરના કાંકણોલ ગામમાં ખેડૂત મહાસંમેલન:હિંમતનગરમાં HUDA (હુડા)નો ભારે વિરોધ


હિંમતનગર:સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં HUDA (હુડા)નો ભારે વિરોધ થઈ રહ્યો છે. આમ તો આ વિરોધ એક મહિનાથી થઈ રહ્યો છે. 


તારીખ 20 સપ્ટેમ્બરે હિંમતનગરના માર્કેટ યાર્ડ યોજાયેલા જનસંમેલનમાં 10 હજાર લોકો જોડાયા. બીજી ઓક્ટોબર વિજયા દશમીએ હિંમતનગરના દરેક ગામમાં 'હુડાસૂર'ના પૂતળાંનું દહન કરાયું. 5 ઓક્ટોબર હિંમતનગરના બેરણા ગામમાં હુડાસૂરના બેસણાનો કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓએ છાજિયાં લીધા હતા.16 ઓક્ટોબરે હજારોની સંખ્યામાં હિંમતનગરમાં 2 કિલોમીટર લાંબી કેન્ડલ માર્ચ યોજાઈ અને હવે 30 ઓક્ટોબર ગુરુવારના દિવસે હિંમતનગરના કાંકણોલ ગામમાં ખેડૂત મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે.જેમાં અંદાજે 30 હજાર કરતાં પણ વધુ લોકોનો આવવાનો અંદાજ છે.હિંમતનગરના કાંકણોલ ગામે ખેડૂતોનું મહાસંમેલન છે. તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે આગેવાનો કારમાં ઠેરઠેર આમંત્રણ આપવા નીકળ્યા હતા. 


હિંમતનગરના કાંકણોલ ગામે ખેડૂતોનું મહાસંમેલન છે. તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે આગેવાનો કારમાં ઠેરઠેર આમંત્રણ આપવા નીકળ્યા હતા.HUDA એટલે શું? HUDA એટલે (Himatnagar Urban Development Authority) જેમ અમદાવાદમાં AUDA છે. ગાંધીનગરમાં GUDA, વડોદરામાં VUDA, સુરતમાં SUDA,રાજકોટમાં RUDA છે તેવી જ રીતે હિંમતનગરમાં HUDA બનવા જઈ રહ્યું છે. જેનો હિંમતનગરના લોકો વિરોધ કરી રહ્યા છે. urban development authority એટલે (શહેરી વિકાસ સત્તામંડળ) જે ભારતના શહેરોમાં રસ્તા, ગટર, લાઈટ વગેરેનો વિકાસ કરે છે. સત્તામંડળના અધિકારીઓ નગર આયોજન પ્રવૃત્તિઓમાં રાજ્ય સરકારો સાથે કામ કરે છે.

Reporter: admin

Related Post