News Portal...

Breaking News :

વડોદરા જિલ્લા પ્રશાસનના સંકલનથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ પૂર અસરગ્રતોની વહારે

2024-07-28 16:42:09
વડોદરા જિલ્લા પ્રશાસનના સંકલનથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ પૂર અસરગ્રતોની વહારે


વડોદરા શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જિલ્લા વહીવટી તંત્ર અને    મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અસરકારક બચાવ રાહત કામગીરી કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


પૂર અસરગ્રસ્તોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી ભોજન,પીવાનું પાણી અને આરોગ્ય લક્ષી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.શહેર પ્રાંત અધિકારી ડો.વી.કે. સાંબડે જણાવ્યું હતું કે મંગલ ભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પૂરના પાણીથી અસર પામેલા જરૂરિયાતમંદ અસરગ્રસ્તોને ૧૦૦ રસોઈ કીટ અને ૩૦૦ જેટલી તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાભાવી સંસ્થા દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણી ભરાયા હતા એવા ઝૂંપડપટ્ટી વિસ્તારના જરૂરતમંદ અસરગ્રસ્ત પરિવારોને રસોઈ કીટ અને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.


ડો.વી.કે. સાંબડે ઉમેર્યું હતું કે વડોદરા શહેરમાં જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા એવા વિસ્તારોમાં સંબંધિત મામલતદાર કચેરી દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે.સર્વે પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત પરિવારોને સરકારના ધારાધોરણ મુજબ સહાયની ચૂકવણી કરવામાં આવશે.જિલ્લા કલેકટર બીજલ શાહના માર્ગદર્શન હેઠળ શહેર પ્રાંત અધિકારી ડો.વી.કે. સાંબડ અને તેમની ટીમ દ્વારા અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ અને સહાય મળી રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લા પ્રશાસનના સંકલનથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ અસરગ્રતોની વહારે આવી છે.

Reporter: admin

Related Post