News Portal...

Breaking News :

જંગલ બચાવનારી NGO પર ગંભીર આરોપ, શિકારીઓ સાથે સાંઠગાંઠ કરી દીપડાની ખાલ વેચવાનો દાવો

2026-08-16 16:27:28
જંગલ બચાવનારી NGO પર ગંભીર આરોપ, શિકારીઓ સાથે સાંઠગાંઠ કરી દીપડાની ખાલ વેચવાનો દાવો

ભોપાલ/શિવપુરી: મધ્ય પ્રદેશની સ્ટેટ ટાઈગર સ્ટ્રાઈક ફોર્સ (STSF)ની તપાસમાં વન્યજીવ તસ્કરી સાથે જોડાયેલો ગંભીર મામલો સામે આવ્યો છે. STSFએ આ સપ્તાહે પ્રાણીઓ, ખાસ કરીને દીપડાની તસ્કરીના આરોપમાં બે લોકોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેના દિલ્હીની જાણીતી વન્યજીવ સંરક્ષણ સંસ્થા Wildlife SOS સાથે જોડાયેલા હોવાની માહિતી સામે આવી છે.

તપાસ મુજબ, ઝડપાયેલા આરોપીઓ ભગવાન સિંહ ઉર્ફે સલીમ અને વસીમએ કથિત રીતે જણાવ્યું કે તેઓ Wildlife SOSના CEO કાર્તિક સત્યનારાયણના કહેવાથી કામ કરતા હતા. આરોપ છે કે વન્યજીવ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા સાથે જોડાયેલા લોકોએ કથિત રીતે શિકારીઓના સંપર્કમાં રહીને દીપડાની ખાલની તસ્કરીમાં ભૂમિકા ભજવી હતી.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને STSFએ કાર્તિક સત્યનારાયણને નોટિસ પાઠવી છે. તેમને 17 ઓગસ્ટે શિવપુરીમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવા કહેવામાં આવ્યું . જોકે, હજુ સુધી તેમની તરફથી કોઈ જવાબ સામે આવ્યો નથી.

તપાસ દરમિયાન સંસ્થાના સહ-સ્થાપક ગીતા શેષમણિની ભૂમિકા અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને આરોપોની સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.


Ai generated image 

Reporter: admin

Related Post