News Portal...

Breaking News :

વડોદરામાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મોત

2026-08-16 14:51:36
વડોદરામાં ફૂટબોલ રમતા વિદ્યાર્થીનું કરંટ લાગવાથી મોત

વડોદરા: વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુ ઈરા સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે શાળા પરિસરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, શાળાના મેદાનમાં ફૂટબોલ રમતી વખતે ધોરણ 11માં અભ્યાસ કરતો 15 વર્ષીય વિદ્યાર્થી થાંભલાને અડક્યો હતો. થાંભલામાં વીજ કરંટ હોવાથી વિદ્યાર્થીને જોરદાર વીજ ઝટકો લાગ્યો હતો.
કરંટ લાગ્યા બાદ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા થાંભલામાં કરંટ કેવી રીતે આવ્યો અને સુરક્ષાની વ્યવસ્થામાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારજનો અને શાળા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

Reporter: admin

Related Post