News Portal...

Breaking News :

દેવદત્ત પડિક્કલની શાનદાર ઇનિંગ્સ, શ્રીલંકા સામે ફટકાર્યું પ્રથમ ટેસ્ટ શतक

2026-08-16 12:30:15
દેવદત્ત પડિક્કલની શાનદાર ઇનિંગ્સ, શ્રીલંકા સામે ફટકાર્યું પ્રથમ ટેસ્ટ શतक

ગાલે: ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેન દેવદત્ત પડિક્કલે શાનદાર બેટિંગ કરીને પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમ સદી ફટકારી હતી. પડિક્કલે 178 બોલમાં અણનમ 131 રનની ઇનિંગ્સ રમી હતી, જેમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા પડિક્કલે શરૂઆતથી જ ધૈર્યપૂર્ણ બેટિંગ સાથે જરૂરિયાત મુજબ આક્રમક શોટ્સ પણ રમ્યા હતા. તેમની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે પ્રથમ દિવસની રમત પૂર્ણ થતાં સુધીમાં 2 વિકેટે 288 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.

પડિક્કલ માટે આ સદી ખાસ રહી હતી, કારણ કે તેમણે લાંબા સમય બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી હતી. આશરે 632 દિવસ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફરેલા પડિક્કલે તકનો ભરપૂર લાભ ઉઠાવીને પોતાની પ્રથમ ટેસ્ટ સદી નોંધાવી હતી.

Reporter: admin

Related Post