વડોદરા: આજે આઝાદીના 80મા પર્વ સ્વતંત્ર દિવસ નિમિત્તે વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવીને શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.

ધ્વજવંદન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીતના ગાન સાથે દેશભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Reporter: admin







