News Portal...

Breaking News :

પાદરાના મુજપુરમાં રક્ષાબંધન પૂર્વે હૃદયદ્રાવક ઘટના, ભાઈ-બહેનનાં કરંટ લાગવાથી મોત

2026-08-16 14:57:13
પાદરાના મુજપુરમાં રક્ષાબંધન પૂર્વે હૃદયદ્રાવક ઘટના, ભાઈ-બહેનનાં કરંટ લાગવાથી મોત

પાદરાના મુજપુરમાં રક્ષાબંધન પર્વ પૂર્વે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘર પાછળ આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહેલા ભાઈને વીજ કરંટ લાગ્યો હતો. ભાઈને બચાવવા ગયેલી બહેન પણ કરંટની ચપેટમાં આવી જતા બંનેનાં કરૂણ મોત થયા હતા.

મૃતકોની ઓળખ જયદીપ પઢિયાર અને મિત્તલ પઢિયાર તરીકે થઈ છે. રક્ષાબંધનના પર્વ સમયે જ એકસાથે બે યુવાન સંતાનોના મોતથી મુજપુરના રેલેપુરા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post