BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026નું આયોજન 17થી 23 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવશે. ભારતમાં આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ 17 વર્ષ બાદ પરત ફરી રહી છે.
ભારતીય ટીમને પીવી સિંધુ, લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી અને ઉન્નતિ હુડ્ડા પાસેથી મેડલની આશા છે. જ્યારે પુરુષ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પણ ભારતની મુખ્ય દાવેદારોમાં સામેલ છે.
ચેમ્પિયનશિપની ફાઇનલ 23 ઓગસ્ટે રમાશે. વિશ્વના ટોચના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જેના કારણે દિલ્હીમાં યોજાનારી આ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Reporter: admin







