વાવોલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતન ગુજરાતમાં છે. 16 સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં યોજાનારા રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં હાજરી આપતા પહેલાં પીએમ રાજભવનથી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી.
PM ગાંધીનગરના વાવોલની શાલિન-2 સોસાયટીના 53 નંબરના બંગલોમાં મુલાકાત કરી હતી અને ત્યાં છત પર લાગેલી સોલાર પેનલ નિહાળી હતી. ત્યારે વડાપ્રધાનને જોવા માટે આસપાસની સોસાયટીના લોકો ધાબે ચડી ગયા હતા. આ સાથે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. તથા એક અંદાજ મુજબ આ સિસ્ટમથી એક વર્ષમાં 15,000 રૂપિયા સુધીની કમાણી પણ થઇ શકે છે.
વાવોલમાં કૂલ 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલોની સ્કીમ છે. તેમજ 14 હજાર નોંધાયેલા મતદારો છે. પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 89 પરિવારોએ લીધો છે. જ્યારે શાલિન-2 સોસાયટીમાં કુલ 65 બંગલો છે. જેમાંથી 22 ઘર પર સોલાર પેનલ લાગેલી છે. વડાપ્રધાને 53 નંબરના બંગલોની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ છત પર જઈને સોલાર પેનલ નિહાળી હતી.
Reporter: admin