સિરોહી: રાજસ્થાનના સિરોહી જિલ્લામાં જીપ અને ટ્રક સામસામે થયેલા અકસ્માતમાં જીપમાં મુસાફરી કરી રહેલા 9 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને ઉદયપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મજૂરોને લઈ જઈ રહેલી જીપ રોંગ સાઈડથી ગઈ હતી અને સામેથી આવતી ટ્રકને ટક્કર મારી હતી. આ તમામ લોકો પાલી જિલ્લામાં મજૂર તરીકે કામ કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.સમગ્ર ઘટના પિંપવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કંટાલ પાસે બની હતી. અહીં એક ટ્રક અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ લોકોમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને ઉદયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલોની સારવાર સિરોહી હોસ્પિટલમાં જ ચાલી રહી છે. આ ઘટનામાં એક મૃતક શિવગંજનો અને એક મૃતક સુમેરપુરનો હતો. બાકીના તમામ ઉદયપુર જિલ્લાના ઓગાના પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે.કહેવામાં આવી રહ્યું છે કે જીપમાં મુસાફરી કરી રહેલા મજૂરો પાલી જિલ્લામાં કામ પર જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે જીપ રોંગ સાઈડથી આવી હતી અને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં જીપચાલક અને કોન્ટ્રાક્ટરનું પણ મોત થયું હતું.
Reporter: