મુંબઈ : ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મના ગીત ‘મૈં સિકંદર હૂં…’ના ગીતકારને એક મહિનામાં પતાવી દેવાની અને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માટે બિશ્ર્નોઈ ગૅન્ગને નામે સલમાનને ધમકી આપવાના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો.
પ્રસિદ્ધિ માટે ગીતકારે જ ગામના એક રહેવાસીના મોબાઈલનો ઉપયોગ કરીને ધમકીભર્યા મેસેજ કર્યા હોવાનું તપાસમાં સ્પષ્ટ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. Lawrence Bishnoiની ધમકીને પગલે Salman Khanએ સુરક્ષા માટે ભર્યું મહત્વનું પગલું વરલી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સોહેલ પાશા ઉર્ફે રસૂલ પાશા (24) તરીકે થઈ હતી. પોલીસે તેને કર્ણાટક રાજ્યના રાયચૂર જિલ્લામાંના માનવી ગામેથી પકડી પાડ્યો હતો. પ્રસિદ્ધિ મેળવવા માટે સોહેલ પાશાએ પોતાને જ પતાવી નાખવાના અને પાંચ કરોડ રૂપિયાની માગણી સાથે સલમાનને ધમકી આપવાના મેસેજ મોકલાવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
ટ્રાફિક પોલીસના વ્હૉટ્સઍપ હેલ્પલાઈન નંબર પર ગુરુવારની રાતે આવેલા મેસેજમાં લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ વતી ધમકી આપી પાંચ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. એ સિવાય સલમાન ખાન અભિનીત ફિલ્મ સિકંદરના મૈં સિકંદર હૂં ગીતના ગીતકારને અમે નહીં છોડીએ. અમે ગીતકાર સુધી પહોંચી ચૂક્યા છીએ તેને એક મહિનામાં ખતમ કરી નાખીશું. જે કોઈ પણ સલમાન ખાનની મદદ કરશે તેને અમે નહીં છોડીએ. ગીતકારની અમે એવી હાલત કરીશું કે તે ગીત તો શું, પોતાનું નામ પણ નહીં લખી શકે. સલમાન ખાન, બચાવી લે તેને દમ હોય તો… એવા મતલબનું લખાણ હતું. આ પ્રકરણે વરલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Reporter: admin