News Portal...

Breaking News :

રાણાજીના રાજમાં જે કંઈ થયું તેની તપાસ થાય. બાબુજીએ થોડા આકરા થવું પડશે

2025-04-15 09:36:45
રાણાજીના રાજમાં જે કંઈ થયું તેની તપાસ થાય. બાબુજીએ થોડા આકરા થવું પડશે


જીતેશના કાર્યકાળ દરમિયાનમાં થયેલી તમામ પ્રકારની મંજૂરીઓનું ફેર ઓડિટ થાય તો કેટલાય અધિકારીઓ જેલમાં જાય.

*વડોદરા બાંધકામ પરવાનગી શાખામાં બિલ્ડરોની ઇમ્પેક્ટ અરજીઓનો નિકાલ, લાખો રૂપિયાની તગડી રકમ વસૂલીને કરવામાં આવી રહ્યો છે. ઉપરથી નીચે સુધીના અધિકારીઓ નિયમ વિરુદ્ધની ઇમ્પેક્ટની ફાઈલોને ક્લિયર કરવામાં વિશેષ રસ લઈ રહ્યા છે.બાંધકામ પરવાનગી શાખામાં વર્ષોથી સહિયારો ભ્રષ્ટાચાર ચાલતો આવ્યો છે. 

વિક્રમા-2ના ભ્રષ્ટાચારી કરતૂતો રોજે રોજ ખુલ્લા પડી રહ્યા છે.

પોલીસ પુત્ર માટે અલગથી ગૃડા એક્ટ લાગુ પડે છે ?

નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રનું પરાક્રમ, ગેરકાયદેસર બાંધકામની સાથે ટીપી રોડ પર ગેટ બનાવી ગેરકાયદેસર કબજો કરી લીધો... 



શહેરના તાંદળજા ટીપી સ્કીમ નંબર ૨૩ ફાઇનલ પ્લોટ નંબર ૨૧/૧/૧ અને ૨૦/૧/૨ ની વચ્ચે મહાનગરપાલિકા વડોદરાનો રહેણાંક વેચાણનો પ્લોટ આવેલો છે. આ મહાનગર પાલિકાની માલિકીના રહેણાંક વેચાણના પ્લોટ નો એપ્રોચ  જે ટી.પી.રોડ છે.એ  ટીપી રોડ ને પણ નિવૃત પોલીસ અધિકારી ના પુત્ર દ્વારા દબાણ કરી ટી.પી.રોડનો ગેરકાયદેસર કબજો કરી, ટી પી રોડને બંધ કરી અને વિક્રમા-2  નો મોટો ગેટ મૂકી દીધો છે. મહાનગરપાલિકાના રહેણાંક વેચાણ માટેનાં પ્લોટમાં ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે.તેથી મહાનગર પાલિકાની માલિકીના પ્લોટમાં તેમજ ટી.પી.રોડમાં ગેરકાયદેસર કબ્જો કરેલ હોય તેથી નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર બાબુજી, નિવૃત પોલીસ અધિકારીના પુત્ર સામે કડક કાર્યવાહી કરશે? ગેરકાયદેસર ટાવરો અને ગેટ ને દુર કરશે કે પછી રાણાજીની જેમ ચલતીકા નામ ગાડી જેવો વહીવટ કરશે. હવે સંસ્કારી નગરીના નાગરિકોને આશા છે કે નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર ચોક્કસ પણે કડકાઈથી કામ લેશે.

ટી.પી. સ્કીમ નં ૨૩ (તાંદળજા) મા નિવૃત પોલીસ અધિકારી ના પુત્રને  વિક્રમા-2માં  લો-રાઈઝ રહેણાંક એપાર્ટમેન્ટ / વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એલ ૧૬૩/૨૦૧૧-૨૦૧૨ તા-૨૪-૨-૨૦૧૨ તથા વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એપાર્ટમેન્ટ ૩૬૯/ ૨૦૧૧-૨૦૧૨ તારીખ ૧૩-૩-૨૦૧૨ થી આપેલ રજાચિઠી વિરુદ્ધનું તમામ એપાર્ટમેન્ટમાં બાંધકામ કરેલ હોવા   છતાં બાંધકામ પરવાનગી શાખાના ભષ્ટાચારમાં ગળાડુબ  બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, દ્વારા  કમ્પ્લીશન નંબર વોર્ડ નંબર ૧૧ - ૪૬/૧- તારીખ ૧૪-૧૨-૨૦૨૦ થી તગડો ભ્રષ્ટાચાર કરી આપવામાં આવેલ છે. તમામ એપાર્ટમેન્ટના 122 ફ્લેટ આપેલી રજાચિઠી વિરુદ્ધનું બાંધકામ કરેલ હોવા છતા ગેરકાયદેસર કમ્પ્લીસન સર્ટી આપેલ છે.અને તેમ છતા નિવૃત પોલીસ  અધિકારીના પુત્ર દ્વારા  તમામ એપાર્ટમેન્ટ  ના ટેરેસ ઉપર પેન્ટહાઉસનું  ગેરકાયદેસર બાંધકામ કરી અને ગેરકાયદેસર વેચાણ કરી ફ્લેટ લેનારને  દસ્તાવેજ પણ કરી આપેલો છે. ભ્રષ્ટાચારમાં  ગળાડુબ કરાર આધારિત નિમણૂક પામેલ પૂર્વ ટી.ડી.ઓ જીતેશ રમણલાલ ત્રિવેદી દ્વારા ફક્ત પેન્ટહાઉસ ની ઇમ્પેક્ટ ની ફાઈલો ત્રિવેદીના ચોક્કસ અંગત આર્કીટેક્ટ દ્વારા ફાઈલ  મુકાવી ભષ્ટાચાર કરી અને મંજૂર કરેલ છે.



ખરેખર વિક્રમા-૨ ના તમામ એપાર્ટમેન્ટ ના તમામ ફ્લેટ ની અને પેન્ટહાઉસની ઇમ્પેક્ટ  ભરવાની થાય પરંતુ બાંધકામ પરવાનગી શાખાના બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અને કરાર આધારીત નિમણૂક પામેલ જીતેશ રમણલાલ ત્રિવેદી દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરી અને ફક્ત પેન્ટહાઉસની ફાઈલની ઇમ્પેક્ટની ફાઈલ મંજૂર  કરી મોટો ભ્રષ્ટાચાર કરેલો  છે. મહાનગર પાલિકા વડોદરા ની તીજોરીને પોતાના સ્વાર્થ માટે આર્થીક મોટું નુકસાન કરેલ છે. તેથી બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અને કરાર આધારીત નિમણૂક પામેલ જીતેશ રમણલાલ ત્રિવેદી પાસેથી  મહાનગર પાલિકાને કરેલ મોટુ નુકસાન  આ ભષ્ટાચારી કર્મચારીઓ/અધિકારીઓ પાસેથી વસુલ કરી અને આકરી સજા કરવી જોઈએ.

સરકાર  દ્વારા ઇમ્પેક્ટના નોટિફિકેશન મા સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેના નિયમોને આધીન ઇમ્પેક્ટની ફાઈલો મંજૂર કરવાની રહેશે. આ નિયમોમાં લો-રાઈઝ બિલ્ડીંગ અને હાઈરાઈઝ બિલ્ડીંગમા ઇમ્પેક્ટની ફાઈલ મંજૂર કરતી ઇમ્પેક્ટના નિયમોને આધિન  ફાઈલ ને મંજૂરી આપવાની રહેશે. નિયમોને આધિન હાઈરાઈઝ ના  નિયમોમાં આવતા કેસોમા  ફાયર એન.ઓ. સી. રજૂ કરવાનું હોય છે. કેમ કે હાયરાઇઝની વ્યાખ્યામાં આવતા બાંધકામમા ફ્લેટમા વસવાટ કરનાર  ફ્લેટમાં રહેતા માલિકોની જાન અને માલના  જોખમને ધ્યાનમાં રાખી અને નાગરિકોની સુરક્ષા માટે ફાયર વિભાગનુ NOC તથારજૂ કર્યા બાદ જ ઇમ્પેક્ટ ની ફાઈલ મંજૂર કરવાની હોય છે.તેમજ  ઇમ્પેક્ટના કાયદા મુજબ રહેણાંક એપારમેન્ટ મા એપારમેન્ટ મા રહેતા તમામ માલિકોની  ફાઈલ મંજૂરી અર્થ રજુ કરતા સમયે ના વાંધા પ્રમાણ પત્ર NOC રજુ કરવાનુ હોય છે. વિક્રમા - 2  રહેણાંક એપારમેન્ટમા ફાયર  NOC અને ફ્લેટમા રહેતા માલિકોની મંજૂરી હોય તો જ ઇમ્પેક્ટની ફાઈલ મંજૂર કરવાની હોય છે. હવે આ રજા ચિઠ્ઠી રદ કરી અને નિવૃત પોલીસ અધિકારીના બિલ્ડર પુત્ર તથા ચોક્કસ આર્કિટેક અને ભષ્ટાચારમાં ગળાડુબ જીતેશ ત્રિવેદી,ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, બાંધકામ તપાસનીસ સામે કાયદેસર રીતે સરકારએ દ્વારા તેમજ નવા આવેલા મ્યુનિસિપલ કમિશનરએ પગલાં ભરવા જરૂરી છે જેથી કરીને ત્યાં રહેતા નાગરિકોને જાનમાલને  નુકસાનથી બચી શકે . પ્રજાના હિતમાં નવા નિમણૂક પામેલ પ્રામાણીક મ્યુનિસિપલ કમિશનર બાંધકામ પરવાનગી શાખાના   ભ્રષ્ટાચારી કરાર આધારિત નિમણૂક કરેલા પૂર્વ ટી.ડી.ઓ.,હાલના ટી.ડી.ઓ તમામ ડેપ્યુટી ટીડીઓ તેમજ તમામ બાંધકામ તપાસનીની સામે તાત્કાલિક શિક્ષાત્મક કાયદાનીરુએ ફોજદારી રાહે  કડકાઈથી પગલાં ભરે એવી  રજૂઆત કરાઈ છે.

નવા કમિશનર જીતેશ ત્રિવેદીના ભ્રષ્ટાચારની તપાસ કરે...
આવી ગેરકાયદેસર બીજી ફાઈલો પણ જીતેશ ત્રિવેદી અને વડોદરા મહાનગરપાલિકા ટાઉન  પ્લાનિંગ શાખાના ભ્રષ્ટ કર્મચારીઓ અધિકારીઓ દ્વારા  તેમજ ત્રિવેદીના સમયમાં જે જે ફાઈલો  અથવા તો રજા ચિઠ્ઠીઓ મંજૂર કરેલ છે. એ તમામ ફાઈલોની ચકાસણી કરી અને અને તાત્કાલિક ધોરણે એ તમામ ઇમ્પેક્ટની ફાઈલો અને  રજા ચિઠ્ઠીઓ રદ કરી તેમની સામે ફોજદારી રાહે કેસ કરી જે મહાનગર પાલિકાની તીજોરીને નુકસાન કરેલ છે.તે નુકસાન પણ બાંધકામ પરવાનગીના ભ્રષ્ટ કર્મચારીઓ, અધિકારીઓ પાસેથી વસુલ કરવુ જોઈએ. જીતેશ ત્રિવેદીના સમયમાં એમની નીચેના  તમામ બાંધકામ તપાસનીસ તમામ ડેપ્યુટી ટીડીઓ ની સામે પણ ફોજદારી રાહે કેસ કરી અને પગલાં ભરવા જોઈએ. નવા નિમણૂક પામેલ  મ્યુનિસિપલ કમિશનર બાંધકામ પરવાનગી શાખાના ભ્રષ્ટાચારીઓ સામે ક્યારે પગલાં ભરશે એ હવે જોવાનુ રહ્યું..

Reporter:

Related Post