મણિપુર હિંસા અંગે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટિપ્પણી કરતા કહ્યું કે કદાચ મોહન ભાગવતના નિવેદન બાદ પીએમ મોદીએ મણિપુરની મુલાકાત લેવી જોઈએ.આ સાથે તેમણે કહ્યું કે 22 વર્ષ પહેલા વાજપેયીએ મોદીને રાજધર્મનું પાલન કરવાનું કહ્યું હતું.
તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે. તેમણે વધુમાં કહ્યું, "યાદ રાખો કે 22 વર્ષ પહેલા શ્રી વાજપેયીએ શ્રી મોદીને શું કહ્યું હતું: તમારા રાજધર્મનું પાલન કરો."મોહન ભાગવતે સોમવારે મણિપુરમાં એક વર્ષ પછી પણ શાંતિ સ્થાપિત ન થવા પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સંઘર્ષગ્રસ્ત પૂર્વોત્તર રાજ્યની સ્થિતિને પ્રાથમિકતા પર ધ્યાનમાં લેવી જોઈએ. રેશમબાગમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંગઠનના 'કાર્ત્યકર્તા વિકાસ વર્ગ-2'ના સમાપન કાર્યક્રમમાં RSSના તાલીમાર્થીઓની એક બેઠકને સંબોધતા ભાગવતે કહ્યું કે અલગ-અલગ જગ્યાઓ અને સમાજમાં સંઘર્ષ સારો નથી. તેમણે ચૂંટણી રેટરિકથી દૂર જવાની અને દેશ સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું, 'મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થાપવાની રાહ જોઈ રહ્યું છે. 10 વર્ષ પહેલા મણિપુરમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે ત્યાં ગન કલ્ચર ખતમ થઈ ગયું છે, પરંતુ રાજ્યમાં અચાનક હિંસા વધી ગઈ છે.
Reporter: News Plus