કવચ એક સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) ટેકનોલોજી છે સ્વદેશી રીતે વિકસિત કરેલી આ ટેક્નોલોજીનો હેતુ ભારતીય રેલવેને તેના 'ઝીરો એક્સિડન્ટ'ના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરવાનો છે
પશ્ચિમ રેલવે પર કવચ પ્રણાલી ને 789 કિમી અને 90 લોકો પર શરૂ કરવામાં આવી રહી છે.કવચ એક ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) પ્રણાલી છે જે ભારતીય રેલ દ્વારા અનુસંધાન અભિકલ્પ અને માનક સંગઠન (RDSO) ના માધ્યમથી સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. કવચ ઓટોમેટિક રૂપથી બ્રેક લગાવીને ટ્રેનોની નિર્દિષ્ટ ગતિ સીમા ની અંદર ચલાવવામાં લોકો પાઈલટને મદદ કરે છે જ્યારે લોકો પાઈલટ આમ કરવામાં નિષ્ફળ જાય છે અને ખરાબ હવામાન દરમિયાન ટ્રેનોને સુરક્ષિત રીતે ચલાવવામાં પણ મદદ કરે છે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, કવચ પ્રણાલીને RDSO દ્વારા 200 કિમી પ્રતિ કલાક સુધી ટ્રેનોની ઝડપ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટેક્નોલોજી ટ્રેનોને યોગ્ય ઝડપે ચલાવવામાં સક્ષમ બનાવશે. આનાથી (SPAD) ડેન્જર સિગ્નલ પાસિંગને રોકવામાં લોકો પાઇલટ્સને મદદ મળશે અને તેઓને સતત ગતિનું નિરીક્ષણ કરવામાં સક્ષમ બનાવશે. સિગ્નલ પાસા અને ઝડપ સંબંધિત દરેક માહિતી લોકો પાયલટની કેબમાં પ્રદર્શિત કરવામાં આવશે, જે અથડામણ સામે રક્ષણ પૂરું પાડશે. પશ્ચિમ રેલ્વે પર, 90 લોકો સાથે 789 કિમી પર કવચ પ્રણાલી નું કામ કરવામાં આવી રહ્યું છે. કુલ 789 કિમીમાંથી 405 કિમી માટે લોકો પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યાછે અને 90 માંથી 60 લોકો આ ટેક્નોલોજીથી સજ્જ છે.
પશ્ચિમ રેલ્વેએ આ નાણાકીય વર્ષ 2024-25માં તેને 735 કિમી પર કમીશન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.આગળ ની માહિતી આપતા વિનીતે જણાવ્યું હતું કે વિરાર-સુરત-વડોદરા (ઓટોમેટિક સિગ્નલિંગ) સેક્શન પર 336 કિલોમીટર માંથી 201 કિલોમીટર નું કામ પૂર્ણ થયું છે, જ્યારે વડોદરા-અમદાવાદ (ઓટોમેટિક સિગ્નલિંગ) સેક્શન પર 96 કિલોમીટર કવચ પ્રણાલી લોકો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયેલા છે.વડોદરા-રતલામ-નાગદા (નોન-ઓટોમેટિક સિગ્નલિંગ) સેક્શન પર, 303 કિલોમીટર માંથી 108 કિલોમીટર નું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અંતિમ પરીક્ષણ ની સાથે સાથે કમિશનિંગનું કામ પણ પ્રગતિમાં છે. તેવી જ રીતે, મુંબઈ સેન્ટ્રલ-વિરાર ઉપનગરીય (ઓટોમેટિક સિગ્નલિંગ) સેક્શન માટે 54 કિલોમીટર નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને સર્વેક્ષણ નું કામ પ્રગતિ પર છે.સ્વદેશી રૂપથી વિકસિત કવચ ટેક્નોલોજીનો હેતુ ભારતીય રેલ્વેને 'ઝીરો એકિડેટ'ના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરવાનો છે. આ પ્રણાલી CENELEC માનકો EN50126, 50128, 50129 અને 50159 (SIL-4) ને અનુરૂપ છે.
Reporter: admin