News Portal...

Breaking News :

શહેર ના વિવિઘ વિસ્તારો મા પાણી નું ચેકિંગ હાથ ઘરાયું.

2024-04-16 22:50:34
શહેર ના વિવિઘ વિસ્તારો મા પાણી નું ચેકિંગ હાથ ઘરાયું.

વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ ની ટીમે શહેર મા પાણી વિક્રતા ઓ ને ત્યાં ચેકીંગ હાથ ઘર્યું હતા. આ પાણી પીવાલાયક લાયક છે કે કેમ તે અંગે તપાસ હાથ ઘરી છે. કલાલી, અટલાદરા, ગોરવા, પંચાવટી અટલાદરા સહિત સાતેક એરિયા મા તપાસ હાથ ઘરવા મા આવી હતી તેમજમાંજલપુર, આલવાનાકા, મકરપુરા, તરસાલી સહિત ૧૦ જેટલાં જગ યુનિટ પર પર ચેકીંગ હાથ ઘરાયું હતું.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાગરિકોને પીવા લાયક પાણી મળતું નથી. મહાનગરપાલિકા દ્વારા નાગરિકો પાસેથી વેરો ઉઘરાવવામાં આવે છે પરંતુ વેરાનું વળતર મળતો નથી. પ્રાથમિક સુવિધા આપવા માટે મહાનગરપાલિકા તદ્દન નિષ્ફળ ગયું છે. શહેરના નાગરિકો હોય કે સરકારી કચેરી હોય ત્યાં કરી પાણીના જગ થી નાગરિકો પાણી પીવા માટે મજબુર બન્યા છે. એક બાજુ નાગરિકો પર વેરા નો માર્ગ અને બીજી બાજુ દર મહિને પાણીના જગ માટે રૂપિયા આપવા પડે છે. મહાનગરપાલિકા દ્વારા વિસ્તાર મોટો થવામાં આવ્યો અને ગામડાઓને શહેરમાં સમાવી લેવામાં આવ્યા છે. પ્રાથમિક સુવિધા આપવામાં વડોદરા મહાનગર પાલિકા તદ્દન નિષ્ફળ ગયું છે. નાગરિકોને બે ટાઈમ પૂરતા પ્રેશરથી પાણી પણ મળતું નથી. અને જે પાણી મળે છે તે ગંદુ અને જીવડા વાળું હોય છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા જે મિનરલ વોટર પ્લાન છે ત્યાં પ્લાન પર ચેકિંગ કરવામાં આવ્યું હતું કે જો આ નાગરિકો પાણી પીવે તો તેમના હેલ્થ માટે ઉપયોગી છે કે નહીં તેનું ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું.

...

Reporter: Amit Shah

Related Post