News Portal...

Breaking News :

વોર્ડ 14માં પાણીકટોકટી યથાવત: રહીશો ત્રસ્ત, કાઉન્સિલરોએ ટેન્કરથી કરી વ્યવસ્થા

2026-06-06 10:56:38
વોર્ડ 14માં પાણીકટોકટી યથાવત: રહીશો ત્રસ્ત, કાઉન્સિલરોએ ટેન્કરથી કરી વ્યવસ્થા


વોર્ડ 14માં પાણીકટોકટી યથાવત: રહીશો ત્રસ્ત, કાઉન્સિલરોએ ટેન્કરથી કરી વ્યવસ્થા

વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના ચંદ્રપ્રભા નગર વુડા મકાનમાં પાણીની ગંભીર સમસ્યાએ રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા 15 દિવસથી નિયમિત પાણી પુરવઠો ન મળતાં સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. રહીશોનો આક્ષેપ છે કે વડોદરા મહાનગરપાલિકા તંત્ર સતત ફરિયાદો છતાં પણ કોઈ અસરકારક પગલાં લઈ રહ્યું નથી, જેના કારણે વિસ્તારમાં “વિકાસના દાવા” ખોટા સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ આજે વિસ્તારના રહીશોના સમર્થનમાં આગળ આવ્યા હતા. કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે પોતે પાણીનો ટેન્કર ચલાવીને વિસ્તારમાં પહોંચાડ્યો હતો અને રહીશોને પાણી પૂરું પાડવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરી હતી.સ્થાનિક કાઉન્સિલરોના જણાવ્યા મુજબ, વડોદરા મહાનગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્રની નિષ્ફળતા સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે

વોર્ડ નં. 14ના ચંદ્રપ્રભા નગર વુડા મકાનમાં છેલ્લા 15 દિવસથી પાણીની ગંભીર કટોકટી યથાવત છે, જેના કારણે રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆતો છતાં પણ વડોદરા મહાનગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે. વિકાસના દાવા વચ્ચે મૂળભૂત સુવિધા પાણી જ ન મળવું એ તંત્રની નિષ્ફળતા પર મોટો સવાલ ઉભો કરે છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે સ્થાનિક કાઉન્સિલરોએ પોતે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની ફરજ પડી છે. રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. જો તાત્કાલિક કાયમી ઉકેલ નહીં આવે તો વિરોધ વધુ તેજ બનવાની શક્યતા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ મળ્યો નથી. જોકે કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા સમયાંતરે ટેન્કર મારફતે પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું પણ રહીશોએ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post