વડોદરામાં પર્યાવરણ દિવસ ઉજવણી: વૃક્ષારોપણ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ

વિશ્વ પર્યાવરણ દિન: વડોદરામાં વૃક્ષારોપણ અભિયાન અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત શહેરમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ, રાવપુરાના ધારાસભ્ય તથા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ સહિતના અનેક હોદ્દેદારો અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત દંતેશ્વર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાગરિકોને વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું.ત્યારબાદ હરણી વિસ્તારમાં વિકસાવવામાં આવેલા નવા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનો હેતુ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Reporter: admin







