સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરફાર: ચાંદીમાં તેજી, સોનું ₹1,896 સસ્તુ થયું
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો: ચાંદી ₹6,138 ઘટી, સોનું ₹1,896 સસ્તુ થયું
સોના-ચાંદીના ભાવમાં 5 જૂને ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ એક કિલો ચાંદીનો ભાવ ₹6,138 ઘટીને ₹2.55 લાખ પર આવી ગયો છે, જે અગાઉ ₹2.61 લાખ હતો.તે જ રીતે 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹1,896 ઘટીને ₹1.54 લાખ પર પહોંચ્યું છે. અગાઉ તે ₹1.66 લાખ સુધી હતું. છેલ્લા કેટલાક દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.રિપોર્ટ અનુસાર, સોનું તેના સર્વકાલીન ઊંચા સ્તરથી હવે લગભગ ₹18 હજાર સસ્તુ થયું છે, જ્યારે ચાંદીમાં વધુ મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદી ₹3.86 લાખ પ્રતિ કિલોથી ઘટીને હાલ ₹2.55 લાખ સુધી આવી ગઈ છે.
જાન્યુઆરીના સર્વોચ્ચ સ્તરથી અત્યાર સુધી સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતો મુજબ વૈશ્વિક બજારના સંકેતો અને માંગમાં બદલાવના કારણે કિંમતોમાં આ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.આ સાથે સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટીમાં ફેરફાર કરીને તેને 6%થી વધારી 15% કરી છે, જેના કારણે બજારમાં લાંબા ગાળે અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે ઊંચી કિંમતો અને ટેક્સ નીતિના કારણે આવનારા સમયમાં પણ બજારમાં અસ્થિરતા રહી શકે છે.
Reporter: admin







