માંજલપુર પોલીસ સ્ટેશનના હાઈબ્રીડ ગાંજા કેસમાં સપ્લાયર તરીકે વોન્ટેડ આરોપી પ્રીત હેમંતકુમાર પટેલને દિવાળીપુરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો.
વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી અંતર્ગત વડોદરા શહેર SOG દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનના NDPS કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો અનુસાર, પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત SOG ટીમ દ્વારા સતત નાર્કોટિક્સ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન 29/05/2026ના રોજ સરસ્વતી કોમ્પલેક્ષ પાછળના રોડ પર ક્રેટા કાર (GJ-06-PS-84) અટકાવી તપાસ કરતા 21 ગ્રામ હાઈબ્રીડ ગાંજો (કિંમત અંદાજે રૂ. 73,500) મળી આવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં મૂળ સપ્લાયર તરીકે પ્રીત હેમંતકુમાર પટેલ (રહે. એફ/2, જલારામ એપાર્ટમેન્ટ, સુભાનપુરા, વડોદરા) વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
SOG ટીમને મળેલી અંગત માહિતીના આધારે અ.પો.કો. અમિતકુમાર ગલબાભાઇની સૂચના મુજબ આરોપી પ્રીત પટેલને દિવાળીપુરા કોર્ટ સામે આવેલી ખાણીપીણીની લારી પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપીને કાયદેસર ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ તેને માનનીય કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ વધુ તપાસ ચાલી રહી છે.
Reporter: admin







