વડોદરામાં હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ થયો. શહેર એસઓજીની ટીમે યાકુતપુરા વિસ્તારમાંથી અમૂલ્ય હાથી દાંતના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા. ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસએ વધુ તપાસ હાથ ધરી.
હાથી દાંતનો વ્યાપાર ગેરકાયદે છે. પરંતુ તેમ છતાંય હાથી દાંત અમૂલ્ય કિંમતે વેંચાતા હોવાથી તેની હેરાફેરી વધી રહી છે. ત્યારે આજરોજ વડોદરા શહેર SOGની ટીમે અમૂલ્ય હાથી દાંતના જથ્થા સાથે બે ઈસમને ઝડપી પાડ્યો.બાતમીના આધારે SOGની ટીમે વન વિભાગ સાથે મળી શહેરના યાકુતપુરા વિસ્તારમાંથી હાથી દાંતના તસ્કરીનું રેકેટ પકડી પાડ્યું.એસઓજીએ યાકુતપુરામાંથી બે આરોપીઓ પાસેથી બે હાથી દાંત પણ કબ્જે કર્યા. ઊંચા નાણાં કમાવવા માટે આરોપીઓ રિક્ષામાં હાથી દાંત વેચવા માટે ફરી રહ્યાં હતાં.
બાદમાં પોલીસે આરોપી ઇરફાન શેખ અને આઝાદ પઠાણની ધરપકડ કરી. જોકે, હાથી દાંત વિદેશથી મંગાવ્યા હોવાની આશંકાના પગલે ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસએ તપાસ હાથ ધરી. હાથી દાંત ક્યાંથી લાવવામાં આવ્યા તે અંગે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. વન વિભાગ સાથે મળી એસઓજી પોલીસએ કાર્યવાહી કરી.મહત્વનું છે કે, ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ હાથીદાંતનો વ્યાપાર ગેરકાયદેસર જાહેર કરેલ છે. અને જો કોઈ વ્યક્તિ દ્વારા તેનો ઉલ્લંધન કરવામાં આવે તો તેની સામે કડકમાં કડક સજા કરવામાં આવે છે. પરંતુ તેમ છતાંય ઘણા તત્વો આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે.
Reporter: News Plus