વડોદરાના રાવપુરા વિસ્તારમાંથી ચોરાયેલી એક્ટિવા પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપીની ધરપકડ કરી છે. રાવપુરા પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વાહનચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, તા.15 ઓગસ્ટના રોજ ગણદેવીકર જ્વેલર્સ સામે આવેલી રાજસ્થાન આઇસ્ક્રીમ નામની દુકાન બહારથી હોન્ડા એક્ટિવા નંબર GJ.06.HF-7939 ચોરી થઈ હતી. આશરે રૂ.30 હજારની કિંમતની એક્ટિવા ચોરી થતાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(બી) મુજબ ગુનો નોંધાયો હતો.
ગુનો નોંધાયા બાદ રાવપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. સાથે જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે ચોરાયેલી એક્ટિવાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસે ચોરીની એક્ટિવા સાથે અઝહરૂદ્દીન ઉર્ફે અજજુ મુસ્તાક એહમદ શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલી હોન્ડા એક્ટિવા રૂ.30 હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આમ, રાવપુરા પોલીસની સતર્કતા અને ઝડપી તપાસના કારણે વાહનચોરીનો ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ તેનો ભેદ ઉકેલાયો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Reporter: admin







