વડોદરા: પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની શારીરિક તથા માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા વડોદરા શહેર પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે.

ફિટનેસ અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી રહેલા આ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરના હસ્તે કરવામાં આવશે.

પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલું નિરામય વેલનેસ સેન્ટર વડોદરા પોલીસની મહત્વપૂર્ણ પહેલ છે. આ સેન્ટર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શારીરિક તથા માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે પ્રોત્સાહન આપશે.



Reporter: admin







