News Portal...

Breaking News :

વડોદરા ન.પ્રા. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની કાયમી કરવાની માંગણી સાથે અનિશ્ચિત હડતાલ

2025-01-18 09:53:22
વડોદરા ન.પ્રા. શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની કાયમી કરવાની માંગણી સાથે અનિશ્ચિત હડતાલ


વડોદરા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ  ના વર્ગ - 4 ના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેને પગલે કામકાજ ખોરવાયું છે. 


છેલ્લા 47 વર્ષ થી લડી રહિયા છે કોર્ટમાં કેસ જીતી ગયા બાદ પણ પાલિકા દ્વારા તેને લાગુ કરવામાં આનાકાની કરવામાં આવી રહી હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. આ અંગે અગાઉ સક્ષમ અધિકારીને આવેદન પત્ર આપીને ઘટતું કરવા માંગ કરી હતી. પરંતુ કોઇ ઠોસ નિર્ણય ના આવતા આખરે આજે 500 જેટલા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. 


કર્મચારીઓ લેબર કોર્ટ અને નામદાર કોર્ટમાં કેસ જીતી ગયા છે છતાં પાલિકા કોર્ટના નિર્ણય પણ માનનીય રાખતી નથી.હડતાલ પર ઉતરેલા કર્મચારી કહેવું છે કે દરવખતે નેતાઓ લોલી પૉપ આપી દે છે અને પછી જોવા કે પૂછવા પણ આવતા નથી. હવે અમે જ્યાં સુધી અમારી માંગણી સ્વીકાર વા માં નહિ આવે ત્યાં સુધી હડતાલ પર બેઠા રહીશુ આજ રોજ કોર્પોરેટ ને ગુલાબ નું ફૂલ આપી શાંતિ પૂર્વક રજુઆત કરી હતી.

Reporter: admin

Related Post