જમ્મુ કશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલાને લઈ વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળી ત્યારે મોડી રાત્રે ઝોન 2 દ્રારા આવતા તમામ વિસ્તારોમાં ગાડીઓ પર પેટ્રોલિંગ કરાયું

જમ્મુ કશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા 26 નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. દેશના તમામ મહત્વના રાજ્યો અને શહેરો માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન ટુ ના અભય સોની દ્વારા ગાડી ઉપર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાવપુરા નવાપુરા અકોટા બ્રિજ તાંદલજા, પત્રકાર ચોકડી, દિવાળીપુરા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

સાથે જ સોશિયલ મીડિયા પર આવતી અફવા પર ધ્યાન ન આપો વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ નજર રાખી રહી છે જેથી જોન ટુ ના એસીપી અભય સોની દ્વારા વડોદરાને અપીલ કરવામાં આવી હતી.સાથે જ પોલીસ પ્રજાની સુરક્ષા માટે કટિબંધ છે.



Reporter: admin