News Portal...

Breaking News :

ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

2024-04-16 11:48:19
 ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

આજવા રોડ ખાતે લાખોની મતાની થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા સાડા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ


ઇસમ આજથી સાડા ચાર મહિના પહેલા આજવા રોડ વ્રજભુમી સોસાયટીના એક મકાનમાંથી સોના ચાંદિના દાગીના, મોબાઇલ ફોન, સ્માર્ટવોચ તથા રોકડ રકમ મળી કુલ્લે રૂ.૩,૨૩,૫૦૦/- ની ઘરફોડ ચોરી કરેલ અને આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે હાલ પકડાયેલ

આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા સારૂ છેલ્લા સાડા ચાર મહિનાથી નાસતો ફરતો રહી પંચમહાલ અને રાજસ્થાન ખાતે જતો રહેલ અને હાલમાં વડોદરા આવતા જે અંગેની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતા ક્રાઇમ બ્રાન્ચે આ આરોપીને શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે

Reporter:

Related Post