ભોપાલ : પોલીસે RTO ના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માને ત્યાં દરોડા પાડ્યા તેમાં સોનું અને ચાંદી કિલોમાં નહીં પણ ક્વિન્ટલના હિસાબે મળી આવ્યા છે.
અત્યાર સુધીમાં લગભગ 300 કિલો સોનું - ચાંદી ઝડપાઈ ચુક્યું છે. તેમજ તેની સાથે કરોડોની રોકડ પણ મળી આવી છે. અહીં ત્રણ દિવસથી તપાસ ચાલી રહી છે, અહીં નવાઈની વાત એ છે કે ટીમ જ્યાં હાથ નાખે છે, ત્યાંથી સોનું, ચાંદી અને રોકડ બહાર નીકળી રહી છે. મળતી માહિતી પ્રમાણે સૌરભ શર્માની ઓફિસમાં ટાઈલ્સ નીચેથી ચાંદીનો ભંડાર મળી આવ્યો છે.
મીડિયા દ્વારા મળતી માહિતી પ્રમાણે લોકાયુક્ત પોલીસના આ દરોડામાં અત્યાર સુધીમાં 234 કિલો ચાંદી અને 52 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ પહેલા પૂર્વ કોન્સ્ટેબલના ઘરેથી આશરે રૂ. 3.5 કરોડની રોકડ મળી આવી હતી તેમજ જંગલમાંથી એક બીનવારસી હાલતમાં મળેલી કારમાંથી 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ મળી આવી હતી. જે કાર ચંદન ગૌરના નામે રજીસ્ટર્ડ છે. ચંદન સૌરભ શર્માનો નજીકનો મિત્ર હોવાનું કહેવાય છે.
Reporter: admin