News Portal...

Breaking News :

ફિલ્મ ગેમ ચેન્જરની મેગા પ્રી-રીલીઝ ઇવેન્ટ માટે ગ્લોબલ સ્ટાર રામચરણ ડલાસ પહોંચ્યા

2024-12-21 17:12:00
ફિલ્મ ગેમ ચેન્જરની મેગા પ્રી-રીલીઝ ઇવેન્ટ માટે ગ્લોબલ સ્ટાર રામચરણ ડલાસ પહોંચ્યા


ગ્લોબલ સ્ટાર રામ ચરણની 'ગેમ ચેન્જર'ની શનિવારે યુએસએના ડલ્લાસમાં કર્ટિસ કુલવેલ સેન્ટર ખાતે ભવ્ય પ્રી-રિલીઝ ઈવેન્ટ યોજાઈ હતી. 


સુપરસ્ટાર ત્રણ વર્ષ બાદ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે.ફિલ્મનું ઓવરસીઝ બુકિંગ શરૂ થઈ ગયું છે, ત્રણ વર્ષની રાહ જોયા બાદ, રામ ચરણ ફરી એક વાર તેની ફિલ્મ 'ગેમ ચેન્જર'ની રિલીઝ સાથે મુખ્ય ભૂમિકામાં આવશે. આ ઈવેન્ટ માટે કલાકારો ડલાસ પહોંચી ગયા છે.ડલાસમાં આ વિસ્ફોટક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.ખરેખર, આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેનું નિર્દેશન એસ શંકર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં કિયારા અડવાણી, એસજે સૂર્યા, નાસાર, સુનીલ પ્રકાશ રાજ અને જયરામ મુખ્ય ભૂમિકામાં છે. નિર્માતાઓ અને રામ ચરણે ગીત અને પોસ્ટર રિલીઝ અને પ્રી-રિલીઝ ઈવેન્ટ્સ દ્વારા ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે.રામ ચરણે તેમના સોશિયલ મીડિયા પર ડલ્લાસ, યુએસએમાં પ્રી-રિલિઝ ઇવેન્ટની તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. 


સામે આવેલા આ વીડિયોમાં રામ ચરણ સફેદ શર્ટ અને જેકેટ પહેરેલો જોવા મળે છે અને તેનો લુક પૂરો કરવા માટે ચશ્મા પહેરી રહ્યો છે. તેમણે જાહેરાત કરી હતી કે આ કાર્યક્રમ 21 ડિસેમ્બરના રોજ ડલાસમાં કર્ટિસ કલવેલ સેન્ટર ખાતે યોજાશે.તમને જણાવી દઈએ કે, ગેમ ચેન્જરની ચર્ચા અમેરિકામાં પણ એટલી જ તીવ્ર છે, જ્યાં ચાહકો રામ ચરણના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઓસ્કાર વિજેતા RRR જેવી ફિલ્મોમાં તેની અદભૂત હાજરી અને સારા ટ્રેક રેકોર્ડ સાથે, ગેમ ચેન્જર વૈશ્વિક બોક્સ ઓફિસ પર ભારે હલચલ મચાવશે તેવી અપેક્ષા છે. ફિલ્મનું ટીઝર લખનૌમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કિયારા અને ડિરેક્ટર એસ શંકર સહિત 'ગેમ ચેન્જર'ની ટીમે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, રામ ચરણ લખનઉમાં 'ગેમ ચેન્જર'ના ટીઝર લોન્ચ ઈવેન્ટમાં ઉઘાડપગું હાજરી આપી હતી.

Reporter: admin

Related Post