સ્વીટ કોર્ન કેક બનાવવા માટેની સામગ્રીમાં 2 કપ મકાઈના દાણા, 2 ચમચી રેડ કરી પેસ્ટ, 1 ચમચી સોયાસોસ, 5 ચમચી ચોખાનો લોટ, મીઠુ અને તેલ જરુર પ્રમાણે જરૂરી છે.
મિક્ષરમાં મકાઈના દાણાને અદ્યકચરા વાટવા. રેડ કરી પેસ્ટ, મીઠુ, સોયાસોસ અને ચોખાનો લોટ ઉમેરી બધું મિક્સ કરવું. હાથમાં થોડુ તેલ લગાવી નાની પેટીસનો આકાર વાળી ગરમ તેલમાં તડવું. ડીપ સાથે પીરસવું.
Reporter: admin