અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલ મંગાવ્યુ હતુ તેમાં મોટો બ્લાસ્ટ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
પાર્સલમાંથી એક બેટરી મળી આવી હતી અને તેમાં બ્લાસ્ટ થયો હતો,સાથે સાથે સમગ્ર ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બળદેવભાઈ સુખડિયાના ઘરે પાર્સલ આવ્યું હતુ અને પોલીસે સમગ્ર મામલે પૂછપરછ હાથધરી છે,સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર વ્યક્તિ ઘાયલ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પાર્સલ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.
બેટરી બ્લાસ્ટના સમાચાર આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે અમદાવાદ શહેરની પોલીસ દોડતી થઇ ગઇ છે અને તપાસ આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો. આ બ્લાસ્ટ કયા સંજોગોમાં થયો છે. આ કોઇ અંગત અદાવતમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે પછી અકસ્માતે બ્લાસ્ટ સર્જાયો છે. સાબરમતીના શિવમ-રો હાઉસમાં આ ઘટના બનતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ડોગ સ્કોર્ડ ઘટના સ્થળે પહોંચ્યું છે,સવારના સમયે ઘરમાં પાર્સલ આવ્યું અને બ્લાસ્ટ થયો છે,આ સમગ્ર ઘટનામાં એટીએસ પણ જોડાઈ છે,પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય બે આરોપીઓ ફરાર થયા છે,હાઈકોર્ટના કલાર્ક બળદેવભાઈ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે.
Reporter: admin