વડોદરા : ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફૉર્મિંગ આર્ટ્સના તબલા ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી લોક વાદ્યવાદનના કોર્સ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે.
આ કોર્સ લોકોમાં ભારે લોકપ્રિય થયો છે, ખાસ કરીને લોક વાદ્ય-તબલા, ઢોલ અને ઢોલકના પર્ફોર્મન્સ અને સંગીત ના શોખ ધરાવતા લોકો માટે આ કોર્સ ખૂબ જ લાભદાયી, રસપ્રદ અને ઉત્તેજક બન્યો છે.આ કોર્સ કોરોના કાળ પછીના સમય ગાળામાં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી આજદિન સુધી વડોદરાની કલાપ્રેમી જનતા માં આ કોર્સમાં નોંધણી માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે.
આ લોકપ્રિયતાનો મુખ્ય કારણ એ છે કે લોક વાદ્ય સંગીતના ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા તેમજ શોખ થી ગાયન વાદન કરતા વિદ્યાર્થીઓ માટે આ કોર્સ પ્રાયોગિક અને પ્રેરણાદાયક છે.આ વર્ષે ફરીથી “સર્ટિફિકેટ કોર્સ ઓન એપ્લિકેશન ઓફ પર્કશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન પોપ્યુલર મ્યુઝિક” માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડોદરા ના લલિતકલા માટે રસ ધરાવતા ઉમેદવારોને આ તકનો લાભ લેવા માટે હર્દય પૂર્વક અનુરોધ કરવામાં આવે છે.
Reporter: admin