News Portal...

Breaking News :

વડોદરા શહેરનો વહીવટ "નપાણીયા અધિકારીઓને" હવાલે

2026-06-09 14:12:34
વડોદરા શહેરનો વહીવટ



*પાણી મુદ્દે આજની મિટિંગમાં પણ અપાઈ લોલીપોપ...
વોર્ડ નં. 15ની સંકલન બેઠકમાં પાણીના મુદ્દે ભારે હોબાળો, “પાણી વેરો લો છો તો પાણી આપો”ની ઉગ્ર માંગ. 
*વડોદરાની પ્રજા તો એટલું સમજે છે, આપણી પાસે આજવા છે.આપણી પાસે મહીસાગર છે.નર્મદા કેનાલ છે. પાણીની તકલીફ નથી પરંતુ પાણીનાં ડિસ્ટ્રીબ્યુશનની તકલીફ છે. 30 વર્ષથી લોકોને મૂર્ખ બનાવતી ટેકનીકલ ટીમ આજરોજ સુધી કાયમી સોલ્યુશન કરી શકી નથી.*
 *પૂર્વ પટ્ટીનાં કોર્પોરેટરો સાથે કરેલી બેઠકમાં ડે.મ્યુનિસિપલ કમિશનર સુરેશ તેવરે રાયકા દોડકા અને આજવા તળાવમાં 206 ફૂટનાં લેવલની રટણ કરીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો*
: *મીડિયા સમક્ષ કોઈ પણ ટેકનિકલ જવાબદાર ઇજનેર આવતો નથી.વહીવટી પાંખને ટેકનિકલ કારણ સમજ પડતું નથી. થોડા દિવસમાં સોલ્યુશન આવી જશે તેવી ખોટી હૈયાધારણ આપીને લોકોને મૂર્ખ નહી બનાવો.




વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો અને પૂર્વ ઝોનના તમામ ઉચ્ચ અધિકારીઓની આજે એક મહત્વની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વોર્ડના તમામ કોર્પોરેટરો અને ઝોનના અધિકારીઓ સામસામે આવ્યા હતા. બેઠકની શરૂઆતથી જ સ્થાનિક પ્રશ્નોને લઈને વાતાવરણ ગરમાયું હતું. કોર્પોરેટરોએ પૂર્વ ઝોન વિસ્તારમાં, ખાસ કરીને વોર્ડ નંબર 15માં સર્જાયેલી પાણીની ગંભીર સમસ્યા અંગે અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.
કોર્પોરેટરોએ રોષે ભરાઈને તંત્રને સણસણતો સવાલ કર્યો હતો કે જો પ્રજા પાસેથી નિયમિત પાણી વેરો વસૂલવામાં આવે છે, તો પછી પૂરતું અને શુદ્ધ પાણી કેમ આપવામાં આવતું નથી? “જનતાને પાણી આપો”ની માંગ પણ તેમણે ઉઠાવી હતી. આ સાથે જ તેમણે વિસ્તારમાં ચાલી રહેલા ટેન્કર રાજને તાત્કાલિક અસરથી નાબૂદ કરવાની અને લોકોને નળ દ્વારા જ પૂરતું પાણી આપવાની આક્રમક માંગ કરી હતી. તંત્ર દ્વારા કાયમી ઉકેલની ખાતરી આપી




કોર્પોરેટરોના આક્રોશ વચ્ચે પૂર્વ ઝોનના અધિકારીઓએ બચાવ પક્ષે જણાવ્યું હતું કે તંત્ર આ સમસ્યા પ્રત્યે ગંભીર છે. અધિકારીઓએ ખાતરી આપતા કહ્યું કે પાણીની તંગીના કાયમી નિરાકરણ માટેના સઘન પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે. હાલ પૂરતા વૈકલ્પિક સ્ત્રોત ઊભા કરીને પણ નાગરિકો સુધી પાણી પહોંચાડવાની વિવિધ યોજનાઓ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ સ્થાનિક લોકોને આ સમસ્યામાંથી રાહત મળશે.

Reporter: admin

Related Post