News Portal...

Breaking News :

વડોદરાના નાગરિકે PMO ને ટ્વીટર મારફતે ઉકેલ માંગતી રજુઆત કરી

2024-07-27 13:37:07
વડોદરાના નાગરિકે PMO ને ટ્વીટર મારફતે ઉકેલ માંગતી રજુઆત કરી


વડોદરા : પાણી ભરાવવાની સ્થિતી વચ્ચે વડોદરા વાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની સાબિતી કરાવે તેવી ઘટના સામે આવી છે. 


તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના કારણે એક નાગરિકે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ને ટ્વીટર મારફતે ઉકેલ માંગતી રજુઆત કરી છે. આ જોતા પહેલા વરસાદમાં જ લોકોને તંત્ર પરનો વિશ્વાસ ડગમગી ગયો હોય તેવું લાગી રહ્યું છે. જો આવુ જ ચાલતુ રહ્યું તો આખું ચોમાસુ લોકો સ્થાનિક ફરિયાદ વડાપ્રધાન કાર્યાલયને કરતા રહેશે.વડોદરામાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. 


વડોદરા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓની પોલ પહેલા વરસાદે જ ખોલી નાંખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ વચ્ચે તંત્ર લોકોની આશાઓ પર ખરુ ઉતરી શક્યું નથી. કેટલાક વિસ્તારોમાં લોકો ભગવાન ભરોસે હોય તેવું અનુભવી રહ્યા છે. તેવામાં વડોદરાના ડભોઇ રીંગ રોડ પર પાણી ભરાઇ જવાની ઘટના અંગે નિરાલી રાઠોડ નામના ટ્વીટર યુઝરના એકાઉન્ટ દ્વારા વડાપ્રધાન કાર્યાલ (PMO – INDIA) ને ટ્વીટ મારફતે મેસેજ કરવામાં આવ્યો છે

Reporter: admin

Related Post