વડોદરાને AIBE પરીક્ષા કેન્દ્ર, યુવા વકીલોને મોટી રાહત.
વડોદરા બાર એસોસિએશનની વિનંતીને ધ્યાને રાખી વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતના પરિણામે વડોદરાના 1500થી વધુ યુવા વકીલોને મોટો લાભ મળવાનો છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE)ની પરીક્ષાનું કેન્દ્ર હવે વડોદરાને ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણયથી યુવા વકીલોએ દૂરના શહેરોમાં જવાની મુશ્કેલીમાંથી રાહત મળશે અને સમય તથા ખર્ચ બંનેમાં બચત થશે. વડોદરા બાર એસોસિએશનની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ થતાં વકીલ સમાજમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર મળવાથી કાનૂની અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સીધી સુવિધા મળશે અને શહેરમાં શૈક્ષણિક માહોલ વધુ મજબૂત બનશે. એવું જાણવા મળ્યું છે અહીં
Reporter: admin







