News Portal...

Breaking News :

કાશ્મીર યુનિવર્સિટીમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ડૉ. હેમાંગ જોષી દ્વારા વૃક્ષારોપણ

2026-06-07 10:56:00
કાશ્મીર યુનિવર્સિટીમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ડૉ. હેમાંગ જોષી દ્વારા વૃક્ષારોપણ

કાશ્મીર યુનિવર્સિટીમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ડૉ. હેમાંગ જોષી દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રીનગર સ્થિત કાશ્મીર યુનિવર્સિટી પરિસરમાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તથા વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા પોતાની માતા પ્રીતિબેન જોષીના નામે લેમન સાઇપ્રસનું રોપણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર યુનિવર્સિટી ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ. હેમાંગ જોષી હાલમાં સંયુક્ત સંસદીય સમિતિના ત્રણ રાજ્યના પ્રવાસ અંતર્ગત તેલંગાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે.કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, હરિત વિકાસ અને આવનારી પેઢીઓ માટે સ્વચ્છ પર્યાવરણના સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવના પણ ઉજાગર થઈ હતી.

Reporter: admin

Related Post